
જૂનાગઢ,તા. ૨ લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત લોકો જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એ માટે કલેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
માંગરોળ તાલુકાની લોએજ પે સેન્ટર શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક, રેલી ,સ્લોગન જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા.

[wptube id="1252022"]









