નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત લીધી

૧૪-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ
નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન દ્વારા આજે ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત લીધી હતી.સરપંચોના વિવિધ પ્રશ્નો અંગે ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી જેમાં મનરેગા યોજનાની અસરકારક અમલીકરણ કરવા જેમાં 5 મનરેગાના 5 લાખ સુધીના કામો ગ્રામપંચાયતની સતા હેઠળ થાય, GEM ની ખરીદીમાં પારદર્શકતા લાવવા અને GEM પોર્ટલમાં ખરીદેલ મટીરીયલના વોરંટી પ્રિયડમાં પડી રહેલ તકલીફો અંગે, નખત્રાણા તાલુકામાં આવેલ વિવિધ કંપનીઓની પવનચક્કી સી.એસ.આર ફંડ અને વેરા બાબતે રજુઆત કરવા આવી અને તાલુકામાં બાકી રહેલ ગ્રામપંચાયત ભવનોનું કામ સત્વરે પૂર્ણ કરવા માંગ કરાઈ હતી સરપંચો ના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખાતરી આપી હતી આ મુલાકાત વખતે સરપંચશ્રી ઓ દ્વારા નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત વખતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, સંયોજક ઇકબાલ ઘાંચી, મહામંત્રી તુષાર ગોસ્વામી અને ભરત વાઘેલા તાલુકાના સરપંચો નરોત્તમ આહિર, કરણ રબારી, મહિપત સિંહ સોઢા, ઈશ્વરદાન ગઢવી,રમેશ સિજુ, જ્યંતીલાલ પરમાર,બુધાભાઈ રબારી,સુરુભા જાડેજા, ધર્મેન્દ્ર ગોસ્વામી,સતીશકુમાર,પ્રકાશ પોકાર સહિતના સરપંચો જોડાયા હતા.










