GUJARATIDARSABARKANTHA

યુનિક-યુ સ્કૂલના આઠ વિધાર્થી જવાહર નવોદયમાં પ્રથમ રાઉન્ડમાં પસંદગી

યુનિક-યુ સ્કૂલના આઠ વિધાર્થી જવાહર નવોદયમાં પ્રથમ રાઉન્ડમાં પસંદગી

ઇડરમાં આવેલ યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમજ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતાનો અભિગમ વિકસિત થાય તે હેતુસર વિવિધ પ્રયત્નો કરતી રહેલ છે. એ અનુસંધાને આ વર્ષે લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષામાં યુનિક-યુમાં અભ્યાસ કરતા ઉત્સાહ કનુભાઈ પટેલ, ખુશ મયુરભાઈ પટેલ, હેની મુકેશભાઈ પટેલ, આરજવ વિકાસ સોનુને, મહિમા સુધાકર રાઉત આરવી દિનેશભાઈ સુતરીયા, વિહાન હિમેશભાઈ પરમાર, આરવી દિનેશભાઈ સુતરીયા, યક્ષ અલ્પેશભાઈ પટેલ કુલ આઠ વિદ્યાર્થીઓ સાબરકાંઠા જિલ્લાની 80 સીટોમાંથી એક જ સ્કૂલના આઠ બાળકોની પસંદગી થાય તે ખૂબ જ સ્કૂલ માટે અને ઇડર માટે ખૂબ જ ગૌરવની વાત છે. અગાઉ પણ જ્યારે સાબરકાંઠા જિલ્લાની 40 સીટ હતી તે વખતે પણ યુનિક યુ સ્કૂલના છ બાળકોની પ્રથમ રાઉન્ડમાં પસંદગી થઈ હતી. આમ જોવા જઈએ તો છેલ્લા નવ વર્ષમાં યુનિક યુ સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ 32 થી વધુ વિદ્યાર્થીઓ જવાહર નવોદયમાં પ્રવેશ મેળવેલ છે.
સ્કૂલ પરિવાર વતીથી બાળકોને તેમને તૈયાર કરનાર ગુરુજનોને તેમજ તેમના માતા-પિતાને સ્કૂલ પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button