
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્ર્વરી.
માંડવી તા -31 માર્ચ : સ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રંગોળીના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.કચ્છના ભુજ, નખત્રાણા, મુંદ્રા, માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને ગામડાઓની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે થીમ ઉપર આધારિત સુંદર રંગોળીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીઓ નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં ૫૦થી વધુ સ્થળોએ આવી રંગોળીઓ બનાવવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇના માગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાધેલા દ્વારા આ SVEEP પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું.સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર , શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમ કરી રહી છે.








