
વિજાપુર સુવર્ણબજાર ગણાતા કુકરવાડા બસ સ્ટેન્ડ આવતી 15 બસો બંધ કરાતા લોકોમાં આક્રોશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાનું સુવર્ણબજાર ગણાતા કુકરવાડા ગામના સ્ટેન્ડ ઉપર આવતી 15 જેટલી બસોને ગુજરાત વાહનવ્યવહાર નિગમ મહેસાણા વિભાગ દ્વારા એકાએક બંધ કરી દેવામાં આવતા લોકો માં આક્રોશ ઉભો થવા પામ્યો છે જેને લઇને આગામી દિવસોમાં આવી રહેલી લોકસભાની અને વિધાનસભા ની ચૂંટણી માં બહિષ્કાર કરી મતદાન નહી કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચરાઈ હતી અંગે કુકરવાડા ના રહીશો પાસેથી મળતી માહીતી મુજબ છેલ્લા ઘણા સમયથી બસો બંધ કરી દેવા માં આવતા ગાંધીનગર, હિંમતનગર ,ગોજારીયા, મહેસાણા જતા મુસાફરો ભારે તકલીફ માં મુકાયા છે વાહનવ્યવહાર વિભાગ દ્વારા આવતી જતી બસો ઉભી રહે તે માટે બસ સ્ટેન્ડ બનાવવા માં આવ્યો છે પરંતુ કોઈ બસો આવતી ના હોવાથી શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે જેને લઇને સોશિયલ મીડિયા માં પણ તેનો હોહાપોહ જોવા મળી રહ્યો છે. બંધ કરેલી બસો ને ચાલુ કરવા નહીં આવેતો આગામી દિવસો માં ચૂંટણી માં મતદાન નહીં કરી ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે.તેવી ગામના રહીશોએ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.





