GUJARATIDARSABARKANTHA
હિંમતનગર ખાતે ડ્રગ એસોસિએશન અને ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર ખાતે ડ્રગ એસોસિએશન અને ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
****
લોસસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ડ્રગ એસોસિએશન અને ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ હિંમતનગરની ધાણધા જીઆઇડીસી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેએ મતદાન અંગે જાગૃત કેળવાય અને લોકશાહિના અવસરમાં જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાગીદાર થાય તે માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઇએ “મતદાન અવશ્ય કરીશ” ના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ડ્રગ એસોસિએશન પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા તેમજ ડ્રગ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]








