
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિષયક માર્ગદર્શન અપાયું.
માંડવી તા – ૩૦માર્ચ : સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ધો.૧૨ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માગદર્શન આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જિલ્લાના નાગરિકો અને યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વને લઈને જાગૃતિ ફેલાવવા ૨૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ સંકલ્પબદ્ધ થયા હતા.કાર્યક્રમમાં લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વ, મતદાન અને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇના માગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાધેલા દ્વારા આ SVEEP પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું.








