
30 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો 
વર્ષ દરમિયાન શિક્ષણની સાથે વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, સાંસ્કૃતિક હરીફાઈઓ, રમતગમત , કલાક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવેલ ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો અનોખો કાર્યક્રમ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ .સી. સાળવી અને શ્રીમતી એમ.એસ .સાળવી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયો.પાલનપુરના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રજ્ઞેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમાણપત્ર વિતરણ સમારોહ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, કે .કે.ગોઠી હાઈસ્કૂલના આચાર્ય મણીભાઈ સુથાર તેમજ વાલીઓના વરદ હસ્તે ધોરણ -1 થી 5 ની પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ, રમતગમત ક્ષેત્રે ,બાળ પ્રતિભા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, વર્ષ દરમિયાન સી.એ ની પ્રવૃત્તિમાં પ્રથમ ત્રણ વિજેતાઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના ઉત્સાહી આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





