ARAVALLIGUJARATMODASA

મોડાસામાં રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાનો હુરિયો બોલાવ્યો માફી માંગવાથી નહીં ચાલે.ટીકીટ રદ નહીં થાય તો ભાજપના બહિષ્કારની ચીમકી આપી         

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

 

અરવલ્લી : રાજપુત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી,ટીકીટ રદ નહીં થાય તો ભાજપના બહિષ્કારની ચીમકી આપી

*પુરુષોત્તમ રૂપાલાએ મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતોનો બેફામ વાણી વિલાસ કરતા રાજપુત સમાજમાં ઉગ્ર રોષ*

મોડાસામાં રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાનો હુરિયો બોલાવ્યો માફી માંગવાથી નહીં ચાલે

તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે તેમણે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પડતા મૂકવામાં આવેની માંગ સાથે ઠેર ઠેર વિરોધનો વંટોળ ઊઠ્યો છે.ત્યારે અરવલ્લી જીલ્લા રાજપુત સમાજમાં પુરુષોત્તમ રૂપાલાએ કરેલ વાણીવિલાસ સામે લાલઘૂમ થયો છે

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રાજપુત સમાજના યુવાઓ અને અગ્રણીઓએ બેઠક યોજી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવેની માંગ કરી હતી અને જો ઉમેદવાર બદલવામાં નહીં આવેતો સમગ્ર રાજપુત સમાજ ભાજપનો બહિષ્કાર કરશેની ચીમકી ઉચ્ચારી હતી

 

@# પુરુષોત્તમ રૂપાલાએ રાજપુત સમાજ વિશે શું કહ્યું હતું વાંચો

પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુ કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. પુરુષોત્તમ રૂપાલાના આ નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ ચારેતરફ ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button