જિલ્લા કલેકટર શ્વેતા તેવત્યાં અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત ઊચ્ચ અધિકારીઓએ તિલકવાડા નર્મદા ઘાટ ખાતે પરિક્રમા માર્ગ નું નિરીક્ષણ કર્યું
વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર આગામી તારીખ 8 એપ્રિલથી મા નર્મદા પરિક્રમા ની શરૂઆત થઈ રહી છે ત્યારે આ પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે જિલ્લા કલેકટર શ્વેતા તેવતીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી હતી અને પરિક્રમા રૂટની સંપૂર્ણ માહિતી મેળવી હતી સાથે જ નર્મદા ઘાટ ની મુલાકાત લઈ પરિક્રમા રૂટ નું નિરીક્ષણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે આગામી 8 એપ્રિલ થી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે આ પરિક્રમવાસીઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે આગામી સમયમાં શરૂ થતી નર્મદા પરિક્રમા નો રૂટ નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર સ્વેતા તેવતીયાએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અમે પરિક્રમા રૂટ ની સંપૂર્ણ માહિતી મેળવી હતી તે ઉપરાંત પરિક્રમા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ની વ્યવસ્થા / વિસામો કરવાની વ્યવસ્થા / અરોગ્ય સુવિધા / તથા સુરક્ષા વ્યવસ્થા વિશે વિગતે માહિતિ મેળવી હતી અને પરિક્રમવાસીઓ ને કોઈ પણ તકલીફ ન પડે તે માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓ ને સૂચના આપી હતી
બેઠક બાદ બાદ જિલ્લા કલેકટર સ્વેતા તેવતીયા / જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે / ડી ડી ઓ અંકિત પનનું / તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડા સહિત જિલ્લાના ઊચ્ચ અધિકારીઓ એ તિલકવાડા નર્મદા ઘાટની મુલાકાત લીધી હતિ અને પરિક્રમા માર્ગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી શ્રદ્ધાળુઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી પરિક્રમા વાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખવા માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ને સૂચના આપી હતી








