GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાનાં જલાલપોરના મછાડ ગામના પ્રવિણભાઇ પટેલ ગુમ થયા છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

જલાલપોર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર પ્રવિણભાઇ ધીરૂભાઇ પટેલ રહે-મછાડ, સ્કુલ ફળિયા, જલાલપોર ના તા.૧૪/૦૩/૨૦૨૪ ના રોજ સાંજના આશરે પાંચ થી છ વાગ્યે તેમની મોટર સાયકલ નં- જીજે-૨૧-બી-૭૭૭૦ લઇ ઘરેથી ગામના ઝીંગા તળાવ ખાતે ગયેલા અને ત્યાંથી સાંજના આઠેક વાગે ઘરે આવવા નીકળ્યા બાદ કયાંક નીકળી ગયા છે. જેઓની આજુબાજુ તપાસ કરતાં મળી આવ્યા નથી. ગુમ થનાર પ્રવિણભાઇની ઉ.વ.-૫૪, ઉંચાઇ ૫ ફૂટ ૫ ઇંચ, રંગે ઘઉંવર્ણ, શરીરે બ્લુ તથા સફેદ કલરની પટૃીવાળુ ટી-શર્ટ તથા તેવી બ્લુ કલરનું ટ્રેક પેન્ટ અને પગમાં રબરની ચંપલ પહેરેલ છે. ગુમ થનાર પ્રવિણભાઇની ભાળ મળ્યેથી નજીકના પોલીસ સ્ટેશન અથવા જલાલપોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
[wptube id="1252022"]





