GUJARAT

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.

મૂકેશ પરમાર,, નસવાડી 
 અદભૂત, આલૌકીક , અને જીવ તાળવે ચોટાડી દે તેવી વર્ષો જૂની પરંપરાને આજે પણ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે. આ મેળા માં એક આસ્થા ની સાથે પોતાના જીવ ના જોખમે અદભૂત,અલૌકીક, ભીષણ અને આશ્ચર્ય જનક પરંપરા ને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા . વર્ષોથી ચાલતી આ પરંપરા માં એક વૃક્ષના થળના સ્તંભ ઉપર એક આડા લાકડા નાં એક છેડે બાધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડા થી આઠ દસ માણસો મધ્યબિંદુએ થી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઇષ્ટ દેવતા ને રીઝ્વવા તેમજ પરીપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકાર ની ગોળફર્યુ પ્રક્રિયા કરવામા આવે છે. સાથે સાથે ભૂવા ની પરીક્ષા માટે પણ ભુવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ના કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે એટલે આમતો અહીં ગામ સિવાય આસપાસ લોકો મોટી સંખ્યા માં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા  .આદિવાસી સમાજ દિવાળી ના તહેવાર કરતા પણ મોટો તહેવાર હોળી ના તહેવાર ને માનવા મા આવે છે . દેશ ના કોઈ પણ ખૂણા મા ગયેલ આદિવાસી હોળી ના સમયે તે અચૂક પોતાના માદરે વતન આવી જાય છે . હોળી બાદ છોટાઉદેપુર જિલ્લા ના અલગ અલગ વિસ્તારો મા ચુલ નો મેળો ,ગેર નો મેળો ,ગોળ ફળીયા ના મેળા નું આયોજન કરવા મા આવે છે .અવાજ એક ગોળ ફળીયા ના મેળા નું કવાંટ તાલુકાના રૂમડિયા ગામે મેળો યોજાયો . . વર્ષો થી ચાલતી આ પરંપરા મા કોઈ અકસ્માત થયો હોય તેવો એકેય બનાવ બન્યો ન હોવા નું આદિવાસી ઓ નું કહેવું છે . . જો આ પરંપરા તૂટે તો ગામ મા આફતો આવે તેવી આદિવાસી સમાજ ની એક માન્યતા છે . આદિવાસી યુવતીઓ પોતાની સંસ્કુતિ પ્રમાણે એકજ કલર ના કપડાં તેમજ ચાંદીના ધરેણા પહેરીને જોવા માંડ્યા આદિવાસી લોકો હજારો ની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મેળામાં મોજ માણી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button