GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર વિધાનસભાની બેઠક માટે ભાજપે સીજે ચાવડાને ટીકીટ ફાળવી સમર્થકો ફૂલહારથી સ્વાગત કર્યું

વિજાપુર વિધાનસભાની બેઠક માટે ભાજપે સીજે ચાવડાને ટીકીટ ફાળવી સમર્થકો ફૂલહારથી સ્વાગત કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની વિધાનસભાની પેટાચૂંટણી માં ઉમેદવાર તરીકે કોંગ્રેસ માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલ ડો સીજે ચાવડાને ટીકીટ ફાળવી આપતા ઉમેદવાર નુ સ્વાગત કરવા માટે સમર્થકો આવી પોહચ્યા હતા. જ્યાં ભાજપ કાર્યકરો દ્વારા આનંદપુરા સર્કલ ઉપરથી સરઘસ આકાર નીકળી સરદાર બાવલાને ફૂલહાર કરવા માં આવ્યા હતા ત્યારબાદ કમલમ ખાતે આવતા પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાંતિભાઈપટેલ,રમણભાઈપટેલ, રમીલાબેન દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ જીલ્લા ભાજપના મહામંત્રી ભરત પટેલ કમલેશ કાકા યોગેશપટેલ માધુભાઈ પટેલ તેમજ ભાજપના શહેર પ્રમુખ સંજયપટેલ હર્ષદભાઈ પટેલ જીલ્લા લાડોલ બેઠક વિજયભાઈ પટેલ હિતેન્દ્ર સિંહ પરમાર સહીત અગ્રણીઓ એ ડો.સીજે ચાવડા નો સ્વાગત કર્યું હતુ જંગી બહુમતી જીતાડવા કાર્યકરો ને અપીલ કરવામાં આવી હતી સમર્થકો એ સીજે ચાવડા તુમ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા.કામલમ ખાતે સમર્થકો ઉમટી પડ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button