ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના મોરવા (હ )તાલુકાના નજીક ના વિસ્તાર માંથી કોલ આવતા જણાવેલ કે અમારા ઘરેલુ ઝગડાંના કારણે મારું બાળક મારાં સાસરી વાળાએ લઇ લીધું છે અને મને પરત આપતાં નથી તેથી મારાં સાસરી વાળાને સમજાવવા 181અભયમ ટીમ ની મદદ માગેલ.
ત્યારબાદ પંચમહાલ અભયમ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓના ઘરેલુ ઝઘડા ના કારણે ત્રણ ચાર દિવસ પહેલા તેમના પિયર વાળાને જાણ કરતાં તેઓ લેવા આવતા તે પિયર માં જતા રહ્યા હતાં. મહિલાને એક બાળકી હતી .તેમની 1 વર્ષની બાળકી તેમના સસરીવાળાએ લઇ લીધી હતી. અને બાળકી માંગતા ઝગડો કરી અપશબ્દો બોલતા. જેથી મેં 181 પર જાણ કરી.
ત્યારબાદ અભયમ ટીમ દ્વારા બંને પક્ષ નું કાઉન્સિલિંગ કર્યું અને તેમના પતિ હાજર ના હતાં પરંતુ સાસુ અને નણંદ હાજર હોવાથી તેમને ને સમજાવ્યા કે બાળક પર માતાપિતા બંને નો હક હોય છે પરંતુ આમ ઘરેલુ ઝગડાના કારણે 1 વર્ષ ની બાળકી તેની માતા પાસેથી અલગ કરવી તે યોગ્ય નથી. તેને માતાના દૂધની જરૂર છે અને નાનું બાળક તેની માતા પાસે જ રાખવું જોઈયે. જેથી તેમની સાસુ અને નણંદ તેમની ભૂલ સમજાઈ અને બાળકી ને સોંપવા તૈયાર થયા.અને બાળકી તેની માતાને સોંપી.પીડિતાના સાસરી વાળાએ જણાવ્યું કે અમારા ઘરેલુ ઝગડાનું નિરાકરણ બંને પક્ષનાં આગેવાનો ભેગા મળી ના લાવે ત્યાં સુધી અમે અમારી વહુને પિયરમાં રહેવા દઇશુ અહીંયા સાસરીમાં નહિ રાખીએ. પીડિતા પણ આ વાતથી સેહમત હતાં. અને તેઓ બાળકી લઇ તેમના પિયર માં જવા માંગતા હતાં.અમાં બંને પક્ષ નું અસરકારક કાઉન્સિલિંગ કરી બાળકી તેમની માતા ને સોંપી .પોતાની 1વર્ષની બાળકી પરત મળતામહિલા યે આનંદ ની લાગણી વ્યક્ત કરી અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો .









