
ખનીજ માફિયા બેફામ: ખનીજચોરી અટકાવવા સરપંચ મેદાને
મોરબી તાલુકાના માનસર અને નારણકા ગામે ખનીજ ચોરો બેફામ રેતી ચોરી કરતા હોવાની અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા હોવાથી ખનીજ માફિયા ખુલ્લેઆમ નદીમાંથી રેતી ચોરી કરી રહ્યા છે.

આ અંગે માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ ઠોરીયાએ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી હતી કે, માનસર અને નારણકા ગામે મચ્છુ નદી ચેકડેમના પાછળના ભાગે નારણકા તરફ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે. આ બાબતે અગાઉ તા.21/02/2023ના રોજ ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરાઈ હતી છતાં હજુ સુધી ખનીજ ચોરી બંધ થયેલ નથી જેથી તાત્કાલિક તપાસ કરી રેતી ચોરી બંધ કરવા અમારી માંગણી છે.

[wptube id="1252022"]








