KALOL(Panchamahal)PANCHMAHAL
તળાવ વિસ્તારમાં એકટીવામાં વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને કાલોલ પોલીસે ઝડપ્યો

તારીખ ૨૩/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારના રોજ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે તળાવ વિસ્તારમાં એકટીવા માં એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે.પોલિસે તપાસ કરતા કમલેશભાઈ ઊર્ફે ભોલો અશોકભાઈ નાયક રે ઇન્દીરાનગર મુ કાલોલ હાજર મળી આવેલ પોલીસે ડીકી માંથી 650 ml બિયરના બે ટીન કબજે કર્યા તે બાબતનો આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળેલ નહીં પૂછપરછમાં તેને જણાવેલ કે આ જથ્થો મહેશ ઉર્ફે પક્કી સીતાજી વણઝારા છૂટક વેચાણ માટે તેને આપેલ છે પોલીસે રૂ ૩૦,૦૦૦/ની એકટીવા સહિત ૩૦,૩૦૦/ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

[wptube id="1252022"]









