LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પેહલા ના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે

મહીસાગર જિલ્લામાં કૃષિવિભાગની એસ આર આર અને એન એફ એસ એમ યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનની વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું.

ડાંગર પાક માં જી આર 13, જી એન આર 3, જી આર 17 તથા સોયાબીન પાક માં જે એસ 2098 અને એન આર સી 127 જાત સહાય થી આપવામાં આવે છે. ડાંગર ના પાક માં 25 કિલો બિયારણ માં 500 રૂપિયા સોયાબીન ના પાક માં 25 કિલો બિયારણ માં 1000 રૂપિયા સહાય આપવામાં આવે છે.

વહેલા તે પહેલા ના ધોરણે વિતરણ ની કામગીરી ચાલુ હોય મહીસાગર જિલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે

 

 

[wptube id="1252022"]
Back to top button