AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજ્યવ્યાપી પ્રદર્શન, ‘આપ’ના ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

લિકર પોલિસી કૌભાંડમા ઈડી કરેલી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ગુજરાતભરમાં પણ રાજ્યવ્યાપી પ્રદર્શન કરાયું હતું. જેમા અમદાવાદ ખાતે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.જેમાં આપના સમર્થકોની પોલીસે અટકાયત કરી હતી.
ઈસુદાન ગઢવીની પણ પોલીસે અટકાયત કરી છે. અટકાયત પહેલા ઈસુદાન ગઢવીએ કહ્યું કે લોકપ્રિય મુખ્યપ્રધાન કેજરીવાલની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ભાજપ વિરુધ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું. પાટીદાર બહુમતીવાળા વરાછા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી આપ-કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરી હતી.

[wptube id="1252022"]









