GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:ઉષા બેક્રો ફાઉન્ડેશન દ્વારા નવાગામ બાંધેલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૩.૨૦૨૪
હાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારના નવાગામ બાંધેલી ખાતે ગુરૂવાર ના રોજ ઉષા બેક્રો ફાઉન્ડેશન દ્વારા આયોજન કરી અને નવાગામ બાંધેલી ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામજનો માટે પ્રાથમિક શાળાના પટાંગણમા નીશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.મેડિકલ કેમ્પમાં અંદાજીત ૧૦૦ ગ્રામજનોના આરોગ્યની નિષ્ણાત ડોકટર દ્વાર તપાસ કરીને બ્લડ પ્રેશર,સુગર અને ઓક્સિજન લેવલનું મફત નિદાન કરવામાં આવ્યું હતું.મેડિકલ કેમ્પ ને સફળ બનાવવા માટે ઉષા બેક્રો ફાઉન્ડેશન ટીમ,ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ,પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ દ્વારા જરૂરી વ્યવસ્થા અને સહકાર આપવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]









