નવસારી મીડિયા સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે

મીડિયા સેન્ટર ખાતે ચૂંટણીને લગતી અવનવી વિગતો દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટર્સ અને બેનરો પ્રદર્શિત કરવામા આવ્યા
નવસારી જિલ્લાના કાલીયાવાડી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે. તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે આ મીડિયા સેન્ટરની મુલાકાત લઇ તમામ વ્યવસ્થાની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મીડિયા સેન્ટરમા જાહેર જનતા માટે જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો નિદર્શિત કરવામા આવી છે. આ સાથે જિલ્લાના ચૂંટણી અધિકારીઓની વિગતો, જિલ્લાના મતદારો અને મતદાન મથકોની સંખ્યા, ઇ.વી.એમ/વી.વી.પેટ અને મેન પાવર, અગાઉની ચૂંટણીઓના પરિણામો, ચેકપોસ્ટ, કાર્યરત ટિમો, સી વિજીલ એપ, ચૂંટણી કાર્યક્રમ, મતદાર વિસ્તારનો મેપ, નોડલ ઓફિસરોની વિગતો, થીમ આધારિત મતદાન મથકોની માહિતી ઉપરાંત ચૂંટણીને લગતી અવનવી વિગતો દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટર્સ અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ સામેલ થયા હતા.