GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રાજવી રો હાઉસ ખાતે પરણીત મહિલાએ ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

વિજાપુર રાજવી રો હાઉસ ખાતે પરણીત મહિલાએ ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
વિજાપુર તા
વિજાપુર રાજવી રો હાઉસ ખાતે રહેતા બીનાબેન રાવલે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા આસપાસ નો લોકો દોડી આવ્યા હતા.આ અંગેની જાણ રણાસણ ખાતે રહેતા પિયર પક્ષને કરવામાં આવતા લોકો પોહચ્યા હતા. જોકે સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પેહલા મૃત્યુ પામતા પિયર પક્ષના લોકો માં શોક ની લાગણી જન્મી હતી. આ અંગે મળતી વિગતો મુજબ મૂળ ગવાડા અને હાલ રાજવી રો હાઉસ ખાતે રહેતા ઘનશ્યામભાઈ રાવલ ના દીકરા હરેશભાઇ રાવલ સાથે બીનાબેન રાવલ ના લગ્ન થયા હતા બન્ને ના લગ્ન ના સમય ગાળા માં બે બાળકો પણ થયા છે હરેશભાઇ રાવલ જેઓ હાલમાં હળવદ ખાતે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.ગતરોજ તેઓ ઘરે આવી પોતાના બાળકો ને પણ પોતાની સાથે હળવદ લઈ ગયા હતા જોકે આ બાબતે પિયર પક્ષે પોતાની દીકરીએ મોત વહાલું કર્યા પાછળ સાસરિયા પક્ષ ના લોકોને જવાબદાર ગણાવી આક્ષેપ કર્યો હતો. જોકે મૃતક બીનાબેન રાવલ નું હાલમાં પિયર પક્ષ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી પોલીસ ને જાણ કરી હતી.પોલીસે અગમ્ય કારણો દર્શાવી આપઘાત નો ગુનો નોંધી આપઘાત ની સાચી હકીકત મેળવવા ની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button