GUJARATSINOR
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ્રેરણાથી સેગવા સમૃદ્ધિ કોમ્પલેક્ષ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો
સ્વામિનારાયણ સંપ્રદાયના, વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ્રેરણાથી શિનોર તાલુકાના સેગવા સમૃદ્ધિ કોમ્પલેક્ષ ખાતે મહારક્તદાન કેમ યોજાયો. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની પ્રેરણાથી સમગ્ર ભારતવર્ષ સહિત વિદેશના વિવિધ સ્થળોએ યોજવામા આવેલ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ અંતર્ગત શિનોર તાલુકાના સેગવા ચોકડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી મા કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનાઆચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ ની આજ્ઞાથી શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય સમાજસેવા અને માનવસેવા ના વિવિધ કાર્યો ધ્વારા,"માનવ તુ માનવી થાય તો ય ઘણુ " ની ઉક્તિને સાચા અર્થ મા સાકાર કરી રહ્યુ છે. જે સેવામાર્ગ ને અવિરત રાખતા આ સંપ્રદાય ધ્વારા ભારત સહિત સાત દેશોના મળી એક સાથે 115 ઉપરાંત ના સ્થળોએ એ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ હતું.જેના ભાગરૂપે સેગવા ચોકડી સ્થિત સમૃધ્ધિ કોમ્પલેક્ષ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો..આ પ્રસંગેદિપક પ્રાગટય કરી રક્તદાન કેમ્પ નો પ્રારંભ કરાતા આજુબાજુ ના ગામોમાંથી પહોંચેલા યુવાનોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરીધન્યતા અનુભવી હતી. ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]






