વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.
ભુજ તા – 18 માર્ચ : ભારતના ચૂંટણી પંચ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. કે, કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧(ખ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં,કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧(ગ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઈંગ સ્કવોડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની લાંચ નહિ લેવા અને કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલ કચ્છ જિલ્લાના ૨૪x૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૩૮૯/૧૯૫૦ ઉપર જાણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.









