ધ્રાંગધ્રા મુસ્લિમનો પવીત્ર રમજાન માસમાં ત્રણ નાની દીકરીઓએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી

તા.19/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમ લોકો રોજા રાખતા હોય છે આ તકે ધ્રાંગધ્રા શહેરમાં ત્રણ નાની ફૂલ જેવી દીકરી ઝાહીરા નજીર ખાન મલેક વર્ષ 7 સોની તલાવડી, અલફિયા ફારુકભાઈ ફંગાત, વર્ષ 6, આયત તૌફીકભાઈ ખોખર વર્ષ 6 કસબા શેરીની દીકરીઓએ રોજા રાખી અને મોટા વડીલ લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી બતાવ્યું છે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સોની તલાવડી, કસ્બા શેરીમાં રહેતા મુસ્લિમ સમાજની નાની ફૂલ જેવી દીકરીઓએ પવિત્ર રમજાન માસ નિમિત્તે રાખવામાં આવતા રોજા રાખી અને રમઝાન માસમાં અન્ય લોકોને તેમજ ખાસ કરીને મોટા વડીલોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી અને રોજા રાખ્યા હતા જેમાં ઝાહીરા નજીર ખાન મલેક વર્ષ 7 સોની તલાવડી, અલફિયા ફારુકભાઈ ફંગાત, વર્ષ 6,આયત તૌફીકભાઈ ખોખર વર્ષ 6 કસબા શેરી, દીકરીઓ દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે જીવનનું પ્રથમ રોજો રાખી મુસ્લિમ સમાજના લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતા અને સાંજના સમયે રોજા ખોલી અલ્લાહની ઈબાદત કરી દુઆઓ કરી હતી.





