ધાંગધ્રા માલવણ હાઇવે પર CNG પમ્પ પાસે અકસ્માત સર્જાયો, ત્રણના મોત નિપજ્યાં
કારની બોડી ચીરી મૃતદેહોને બહાર કઢાયા, ધટના સીસીટીવી કેમેરામાં કેદ

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કારની બોડી ચીરી મૃતદેહોને બહાર કઢાયા, ધટના સીસીટીવી કેમેરામાં કેદ
સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના મોટા અકસ્માતો વાહન ચાલકોના જીવ લેતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના ગત મધ રાત્રી દરમિયાન માલવણ અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત નીપજવા પામ્યા છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે ત્યારે માલવણ અમદાવાદ હાઇવે ઉપર આવેલા અદાણી ગેસ પંપ નજીક આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને આ અંગે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. અદાણી ગેસ પંપ નજીક આ પ્રકારની ઘટના બની હોવાના કારણે ત્યાં આજુબાજુના લોકો પણ અકસ્માતને લઈ ભેગા થઈ ગયા હતા ત્યારે આ અકસ્માત ટેન્કર પાછળ આઇ-20 કાર ઘુસી જતા સર્જાયા હોવાનું બહાર આવ્યું છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે આઇ-20 પુર ઝડપે આવતી હતી તે દરમિયાન ટેન્કર પાછળ આ કાર ઘૂસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત નીપજ્યા છે જેમાં વસીમખાન ગેડીયા, જાવેદખાન ખેરવા, હજરતશા રસુલશા ખેરવા ગામના યુવકો હોવાની પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જેમાં વસીમ નામના યુવક સહિતના ત્રણ યુવકો હોવાનું સામે આવી રહ્યું છે હાલમાં પોલીસ ઘટના સ્થળે આ તબક્કે તપાસ હાથ ધરી છે અને ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ગેસ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ અંગે પોલીસને સમગ્ર વિગત મેળવી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માત એટલો ગંભીર થયો કે કારની બોડી ચીરી અને ત્રણેયની ડેટ બોડીને બહાર કાઢવામાં આવી છે અને ત્રણેય યુવકના મોત બાદ હાઇવે ઉપર પણ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી જોકે આ કટારો હળવી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આ અંગે હવે પોલીસે ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આગળ જતા ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હોય અને અકસ્માત સર્જાયા હોવાનું બહાર આવ્યું છે.





