વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનું ડોન ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલ.છે.ત્યારે ગ્રામજનો માટે ગામમાંથી ગાય,બકરા જંગલમાં ચરાવવા લઈ જવા માટે તથા ખેતીનાં કામ માટે બળદો તેમજ હળ લઈ જવા માટેનો રસ્તો હોવા છતા કેટલાક ઈસમો નડતરરૂપ બની રહ્યા છે.અમુક વગદાર અને ત્રાહિત ઈસમો ગ્રામજનોને આ રસ્તા ઉપરથી ગાય,બકરા તથા હળ – બળદ લઈ જવા માટે વારવાર અટકાવી રહ્યા છે.જોકે તે જમીન અને રસ્તો ડાંગ દક્ષિણ વન વિભાગનાં આહવા રેંજની હકુમતમાં આવે છે.તેમ છતા ગામના કેટલાક ત્રાહિત વ્યક્તિઓની જમીનમાંથી આ રસ્તો પસાર થતો હોવાના કારણે તે વ્યક્તિઓ ગ્રામજનોને ગાય,બકરા તથા હળ બળદો લઈ જવા માટે અડચણ રૂપ બની રહ્યા છે.આ માર્ગ જે જમીનમાંથી પસાર થાય છે તે જંગલ ખાતાની જમીન છે.આ માર્ગ પર દરેકનો હક્ક હોવા છતાંય નડતરરૂપ બનતા હોય છે.ત્યારે આ ત્રાહિતો સામે કાર્યવાહી કરી ગ્રામજનોને રસ્તા પુરતી જગ્યા આપવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ દક્ષિણ વન વિભાગનાં આહવા રેંજમાં અરજ ગુજારી સમસ્યાનાં ઉકેલની માંગ કરી છે.જો આવનાર દિવસોમાં આ માર્ગ અંગેનો ઉકેલ ન આપવામાં આવે તો કર્મચારીઓનો ઘેરાવો સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે…





