
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકામાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા મામલતદાર આર.પી બારીયા ની ચૂંટણી લક્ષી બદલી છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે થતા તેઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા વિકાસ અધિકારી,ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, તથા જિલ્લા તાલુકા ના પદ અધિકારીઓ, સેવાસદન ના કર્મચારીઓ, તલાટીઓ, સસ્તા અનાજ દુકાન સંચાલકો,મધ્યાહન ભોજન ના સંચાલકો અને સરપંચો હાજર રહ્યા હતા સ્ટાફ દ્વારા મામલતદારને શ્રીફળ,સાકર તેમજ સાલ ઓઢાડીને વિદાય આપવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં પ્રજાની ખુબ સારી કામગીરી કરવામાં આવતા આદિવાસી પ્રજા પણ રામ ઢોલ વગાડીને વિદાય આપવા પહોંચ્યા હતા આદિવાસી પ્રજાનો પ્રેમ જોઈ મામલતદાર તેમજ સ્ટાફની આંખો ભીની થઈ ગઈ

[wptube id="1252022"]





