નવસારીનાં ગુફીક બાયોસાયન્સીસ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીના ગુફીક બાયોસાયન્સ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજની ઘટના અંગે મોકડ્રીલ યોજાઇ
નવસારી જિલ્લાના ગ્રીડ રોડ ખાતે કાર્યરત ગુફીક બાયોસાયન્સીસ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી હતી. એમોનીયા સ્ટોરેજ યાર્ડમાં લીકેજ બંધ કરવા કર્મચારીઓએ તાબડતોબ પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતું તે દરમ્યાન લીકેજ વધી જતાં સાઇટમેન કંટ્રોલર શ્રીમતી ડો. બિનલ કાપડીયા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરેલ હતી. ગુફીક બાયોસાયન્સીસ લી. ના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તાત્કાલીક ડીઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરાતાં સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
નવસારી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર, ડીઝાસ્ટર મામલતદારશ્રી, પોલીસ, આરોગ્ય, પ્રદુષણ નિયંત્રણ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓએ સ્થળ પર આવીને કામગીરી સંભાળી લીધી હતી. એમોનીયા ગેસ લાગવાથી ૦ર (બે) જેટલા વ્યકિતઓને પ્રાથમિક સારવાર આપીને અમ્બ્યુલન્સ મારફતે નિરાલી હોસ્પીટલ, નવસારી ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. એમોનીયા ગેસ લીકેજ તથા ગેસની અસર મહામહેનતે કાબુમાં લેવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના શ્રી ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ક્રાઇસીસ ગૃપ તેમજ ગુફીક બાયોસાયન્સીસ લી. દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.








