વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં એસ્પ્રેસનલ બ્લોક ફેલોની ભરતી કરવામાં આવી હતી.જોકે સ્થાનિક કક્ષાએ ડાંગ જિલ્લાના યુવાનોને અગ્રિમતા ન આપીને અન્ય જિલ્લાના યુવાનોની ભરતી કરવામાં આવેલ છે.ત્યારે ગેરરીતી આચરવામાં આવેલ હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.જેને લઇને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી.હાલમાં ડાંગ જીલ્લામાં સ્થાનિક કક્ષાએ આહવા ખાતે એસ્પ્રેસનલ બ્લોક ફેલોની ભરતી કરવામાં આવી છે.જેમાં સ્થાનિક આદિવાસી બેરોજગાર યુવાનોએ પણ ભાગ લીધો હતો. પરંતુ એન કેન પ્રકારે સ્થાનિક યુવાનોને આ ભરતીમાં વહીવટી તંત્રએ ખોટી રીતે રિજેક્ટ કરીને અન્ય જિલ્લાના યુવાનોને અગ્રિમતા આપવામાં આવી છે. જેના કારણે સ્થાનીક યુવાનો સાથે અન્યાય થયો હોય તેમ જણાય રહ્યું છે.ડાંગ જિલ્લાના આદીવાસી ભાઈ-બહેનો માટે રોજગાર માટેનું પ્રથમ પગથિયું છે.જેમાં પણ નિષ્ફળતા આપવામાં આવી રહી છે. ડાંગના શિક્ષિત ભાઈઓ-બહેનો માટે એક ભરતી વાચારૂપ જ હોય છે.તેમ છતાં સ્થાનિક કક્ષાના અધિકારીઓ આંખ આડા કાન કરીને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી રહ્યાં છે.ડાંગ જીલ્લામાં સ્થાનિક કક્ષાએ લાયકાત અને અનુભવ તેમજ કુશળતા ધરાવતા ઉમેદવારો હોવા છતા લાગવગ અને ભ્રષ્ટાચાર કરીને સ્થાનિક બેરોજગાર યુવાનોને પ્રાધાન્ય ન આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે.ત્યારે સ્થાનિક યુવાનોને ન્યાય આપવામાં આવે અને આ ભરતી રદ કરવામાં આવે તેમજ ડાંગના સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે..





