
વિજાપુર રોટરી કલબ ખાતે લોકસભા અને વિધાનસભા ના બુથ સંયોજકો ની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ ખાતે જીલ્લાની લોકસભા તથા તાલુકાની વિધાનસભાના બુથ સંયોજકો ની બેઠક તા 16/3/2024 ના રોજ સવારે 11 કલાકે રોટરી કલબ હોલ માં યોજાઈ હતી જેમાં ભાજપના ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણી ની બુથ કામગીરી પેજ કામગીરી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર લોકસભા પ્રભારી સંજયભાઈ દેસાઈ, જિલ્લા ના પ્રભારી પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બેન વર્ષા બેન દોશી , લોકસભા ના વિસ્તારક મનોજભાઈ ગઢવી, વિધાનસભાના પ્રભારી રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા રમણભાઈ પટેલ કાંતી ભાઈ પટેલ સંયોજક રમણભાઈ પટેલ ,વિધાનસભાના વિસ્તારક શ્રી નંદેશભાઈ પંડ્યા તથા પૂર્વ ધારાસભ્ય સૌ સંગઠન ના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બુથ મેનેજમેન્ટ મજબૂત બને અને ૪૦૦ થી પણ વધુ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ની સરકાર બને નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને એ માટે કાર્યકરો ને સંકલ્પ લેવડાવવા માં આવ્યા હતા





