દાહોદ જિલ્લામાં આર.બી.એસ.કે-નેશનલ બર્થડિફેકટ અવેરનેસઅંતર્ગત, માર્ચ-૨૦૨૪ની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે કરાઈ

તા.૧૬.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લામાં આર.બી.એસ.કે-નેશનલ બર્થડિફેકટ અવેરનેસઅંતર્ગત, માર્ચ-૨૦૨૪ની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે કરાઈ
દાહોદ જિલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ. કેન્દ્રો પર આશા મિટિંગ માં સગર્ભા માતાઓ, આશા વર્કર આરોગ્ય સ્ટાફ અને કમૅચારીઓ ની ઉપસ્થિતી માંઆર.બી.એસ.કે ટીમ દ્વારા નેશનલ બર્થ ડિફેકટ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા.
જે અંતર્ગત બાળકોમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ ઘટાડી શકાય અને જન્મજાત ખામીનું ત્વરિત તપાસણી કરી સારવાર થકી બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુસર આજે જન્મજાત ખામી Cleft Lip (કપાયેલ હોઠ) અને Cleft Palate (કપાયેલ તાળવું) વિષય પર ખામી થવાના કારણો, આરોગ્ય શિક્ષણ,નિઃશુલ્ક સારવાર અને ખામી અટકાવી શકાય તેના ઉપાયો વિશે માહીતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતું
ચાલુ માસમાં બર્થ ડીફેક્ટ અવેરનેસ ઉજવણી અંતર્ગત આર.બી.એસ.કે ટીમ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું








