GUJARATJUNAGADHVISAVADAR

જૂનાગઢના એડવોકેટ મનીષ ધોકડીયાની ધારદાર દલીલો અને રજુઆતના આધારે વિસાવદરમાં પોક્સો અને અપહરણના આરોપીનો નિર્દોષ છુટકારો

જૂનાગઢના એડવોકેટ મનીષ એન.ધોકડીયાએ પોતાની દલીલો અને ધારદાર રજુઆતના આધારે થયો છુટકારો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા : જૂનાગઢ
જૂનાગઢ : વિસાવદર ખાતે બનેલ બનાવની ફરીયાદ ૧૧૨૦૩૦૦૭૨૧૦૦૮૦/૨૦૨૧ મુજબ તોહમતદાર રાજુ ઉર્ફે રાજ ભગવાનજીભાઈ સરવૈયા, રહે. મોટા સમઢીયાળા તા.ઉના વાળો ૨૦૨૧માં ભેસાણ ખાતેથી સગીરાનુ અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની તોહમતદાર વિરૂધ્ધ તા.૧૦મી માર્ચ,૨૦૨૧ ના રોજ ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પિતાએ આઈ.પી.સી. કલમ-૩૬૬,૩૭૬, તથા ધી પ્રોટેશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ, ૨૦૧૨ ની કલમ ૬,૮ અને ૧૨ મુજબનો ગુનો દાખલ કરાવેલ. અને તે બાદ ચાર્જશીટ કરવામાં આવેલ અને આ કેસ વિસાવદરના એડીશન ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં વિસાવદર મુકામે ટ્રાયલ ચાલુ થયેલ.
ત્યારે આ ગુનાના આરોપી તરફ બચાવ પક્ષે જુનાગઢના એડવોકેટ મનીષ એન.ધોકડીયા રોકાયેલા અને આ કેસમાં આશરે ૩૦ જેટલા સાહેદોની જુબાની થયેલ જેમાં એડવોકેટ મનીષ એન.ધોકડીયાએ પોતાની દલીલો અને ધારદાર રજુઆત કરતા તમામ દલીલો અને પુરાવાઓ તેમજ સાક્ષીઓનું નિરીક્ષણ કરી નામદાર કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરવામાં આવેલ હતો.
આમ બચાવ પક્ષે એડવોકેટ મનીષ એન.ધોકડીયાએ પોતાની દલીલો અને ધારદાર રજુઆત કરી અપહરણ તથા બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ છોડાવેલ .

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button