GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના વેજલપુર હાઇવે પર ચાલતા જતા ઈસમને બાઇક ચાલકે અડફેટે લેતાં સારવાર દરમ્યાન મોત.

તારીખ ૧૫/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ વિજયભાઈ મકવાણા તેઓની બહેન હિનાબેન અને બનેવી મહેશભાઈ તેમજ ભાણો બુધવારે વહેલી સવારે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા સુરતથી બસમાં ખરસાલીયા આવવા નીકળ્યા હતા અને વેજલપુર બસ મથકે ઉતરી તેઓને લેવા મોટરસાયકલ લઈને આવ્યા હતા અને બનેવી મહેશભાઈ ચાલતા આવતા હતા તે સમયે મોટરસાયકલ પુરઝડપે હંકારી રોડની સાઈડમાં ચાલતા મહેશભાઇને પાછળથી ટક્કર મારતાં માથામાં અને બન્ને પગે ઇજાઓ પહોંચી હતી જ્યાં મહેશભાઈ ડાહ્યાભાઈ મકવાણા ઉ.વ.૪૦ ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા જે અંતર્ગત વેજલપુર પોલીસ મથકે અકસ્માત કરી પોતાની મોટરસાયકલ સ્થળ પર મૂકી નાસી જનાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી મહેશભાઈ સચિન સુરત ખાતે વિધુત બોર્ડ માં ફરજ બજાવતા હતા તેઓના અકસ્માતે મોતને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button