કેશોદ તલાટી કમ મંત્રી એશોશીએશન દ્વારા કેશોદ ખાતેથી બદલી થયેલા તાલુકા વિકાસ અધિકારી રૂષીકેશભાઈ ત્રિવેદી નો વિદાય સમારંભ તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવી સાહેબનો સત્કાર સમારંભ ની સાથે સાથે તાજેતરમાં નવ નિયુક્ત થયેલા તલાટી કમ મંત્રી મંત્રીઓનો એક સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં સન્માનિત વ્યક્તિઓ તથા તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભનુભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ જૈતાભાઈ સિસોદીયા સહિત ના મહાનુભાવો આ કાયૅકમમાં ઉપસ્થિત રહી નવ નિયુક્ત થયેલા તમામ લોકો ને પુષ્પગુચ્છ અપૅણ કરી સન્માનિત કર્યા હતા તો બીજી તરફ આ તકે કેશોદ થી બદલી પામેલા પુવૅ ટીડીઓ શ્રી રૂષીકેશભાઈ ત્રિવેદી નું શાલ ઓઢાડી મોમેન્ટો અપૅણ કરી તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી તો બીજી તરફ તાજેતરમાં નવ નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે જેમણે કેશોદમાં ચાર્જ સંભાળેલ છે તેવા પાર્થભાઈ ગઢવીને પણ શાલ ઓઢાડી મોમેન્ટો અપૅણ કરી તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત તમામ નવ નિયુક્ત પામેલા તલાટી કમ મંત્રીઓને પણ આ તકે પુષ્પગુચ્છ અપૅણ કરી નવાજવામાં આવ્યા હતા ત્યારે આ કાયૅકમ નું સફળ આયોજન તલાટી મંત્રી એશોશીએશનના પ્રમુખ મુકેશભાઈ વિરડા દ્વારા કરવામાં આવ્યુ હતું ત્યારે કાયૅકમ નું સફળ સંચાલન મુકુંદભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યુ હતું
બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ