મૂકેશ પરમાર,,નસવાડી
નસવાડી તાલુકાના નાનાવાટ થી હાંડલી અને રામા પલસાદી ગામે નવીન સ્લેબ ડ્રેઇન કરોડો રૂપિયા ખર્ચે બનીને તૈયાર થઈ જતાં ધારાસભ્ય અભેસિંગ તડવી નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગામોના લોકોને ચોમાસાના સમયમાં ભારે વરસાદ પડે ત્યારે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાતી હતી ત્યારે ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ બ્રિજ બનીને તૈયાર થઈ જતાં લોકોને રાહત મળશે જ્યારે રામા પલસાદી ગામે પાણીની ટાંકીનું ખતમુહ્રત પણ કરવામાં આવ્યું હતું ડુંગર વિસ્તારના ગામોમાં વિકાસ કામો થતાં ગ્રામજનોએ ધારાસભ્ય નો આભાર માન્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મુકેશ ભીલ ,જિલ્લા પંચાયત સદસ્ય ,તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન સિમીબેન ડું ભીલ,પુર્વ પ્રમુખ જશુભાઇ ભીલ, કાર્યકર્તાઓ, સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Follow Us
Back to top button