વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામપંચાયત તથા ધરમપુર ની સુપ્રસિદ્ધ આધુનિક હોસ્પિટલ શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજનથી મફતમાં શારીરિક તપાસનો કેમ્પ યોજાયો.આ કેમ્પ ખેરગામ નવા રોડ, ઘર્મેશભાઈની વાડી ખાતે રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં બ્લડ સુગર, બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી, ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમાં હિમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ) આંખની તપાસ કરી હતી જરૂરીયાત મંદોને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતુ દાંતની તપાસ સામાન્ય બીમારીઓ તેમજ બીજી બધી ગંભીર બીમારીઓનું નિદાન કરવામાં આવ્યું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હસે તેવો ને એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ કેમ્પમાં તમામ પરીક્ષણો, દવાઓ અને સારવાર તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી હતી આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ મામલતદારશ્રી ટીડીઓ સાહેબ પીએસઆઇ એમ બી ગામીત તલાટી પ્રભાતસિંહ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશીનભાઈ પટેલ તાલુકા સભ્ય વિભાબેન પટેલ ગ્રામ પંચાયત સભ્ય જીજ્ઞાબેન પટેલ શૈલેષભાઈ રંજનબેન પટેલ પટેલ માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ તથા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટના સ્ટાફ અને ડોક્ટરઓ ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]





