BHUJKUTCH

મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

ભુજ તા – ૧૩. માર્ચ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છ ૩૧ જેટલી સંસ્થાઓ અને ઔદ્યૌગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જિલ્લાની અગત્યની સંસ્થાઓને આવરી લઈને અસરકારક મતદાર જાગૃતિ માટે એમઓયુ કરવાનો કાર્યક્રમ કચ્છ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ તમામ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં મતદાર જાગૃતિ કામગીરીમાં ચૂંટણી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યૌગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી એમઓયુ કરવાનું આયોજન કરાયું છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું. ઔદ્યૌગિક સંસ્થાઓ સહિત દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા હતા. ડી.આર.ડી.એ કચ્છ, પીજીવીસીએલ, ફોકીઆ કચ્છ, ડીપીએ ગાંધીધામ, કાસેજ ગાંધીધામ, વેલસ્પન અંજાર, અદાણી પોર્ટ મુંદરા, જીએમડીસી ગઢશીશા, જીએમડીસી માતાના મઢ, જીએમડીસી ઉમરસર, જીએમડીસી પાન્ધ્રો, એમડીએમ એસોશિએસન કચ્છ, એફપીએસ એસો. કચ્છ, ચાઈના ક્લે એસો. કચ્છ, બેન્ટોનાઈટ એસો. કચ્છ, સરહદ ડેરી, નવચેતન અંધજન મંડળ, જીઆઈડીસી નખત્રાણા, જીઆઈડીસી નાગોર, જીઆઈડીસી ધ્રબ, અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર, સાંઘી સિમેન્ટ સાંધીપુરમ, બીકેટી કંપની અંજાર, ચેમ્બર્સ ઓફ કોમર્સ ગાંધીધામ અને ટીમ્બર્સ એસો. ઓફ ગાંધીધામની સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button