ARAVALLIBAYADGUJARAT

જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

કિરીટ પટેલ બાયડ

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ અને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમ અને દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ૫૬ દિવ્યાંગજનોને જુદાજુદા સાધનોની કીટ જેવી કે સિલાઈમશીન, પંચરકીટ, દૂધ-દહી વેચાણ કીટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ કીટ, બ્યુટીપાર્લર કીટ, ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ કામની કીટ, મોબાઈલ રીપેરીંગની કીટ, મસાલા મિલ, જેવી વગેરે રોજગારી મેળવી શકે તે હેતુથી દિવ્યાંગજનોને કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોમાં મતદાન જાગૃતિ આવે તે સંદર્ભે ચુંટણી વિભાગના કર્મચારી દ્વારા EVM, VVPAT, કંટ્રોલ યુનિટ જેવા આધુનિક સાધનો વિષે માહિતગાર કરવામાં આવ્યા અને EVM, VVPAT, કંટ્રોલ યુનિટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરતા સમયે મતદાન કરતી વખતે કોઈ તકલીફ ન પડે તથા વધુમાં વધુ દિવ્યાંગજનો મતદાન જાગૃતિ આવે તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સાબરકાંઠા(અરવલ્લી) ફીઝીકલ હેન્ડીકેપ્ડ વેલ્ફેર મંડળના મંત્રીશ્રી પટેલ વિનોદચંદ્ર બી દ્વારા દિવ્યાંગો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતનો ઉપયોગ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા દિવ્યાંગજનો તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કપિલભાઈ વી પટેલ, સાબરકાંઠા(અરવલ્લી) ફીઝીકલ હેન્ડીકેપ્ડ વેલ્ફેર મંડળના મંત્રીશ્રી પટેલ વિનોદચંદ્ર બી અને સુરક્ષા અધિકારીશ્રી અજીતસિંહ રાઠોડ, તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ સહભાગી થયેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button