નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા નખત્રાણાના બન્ની વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા તા -૧૨ માર્ચ : તાલુકા આરોગ્ય કચેરી નખત્રાણા તથા બિદડા સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા તાલુકાના બન્ની વિસ્તારના ગામો જાલુ, તલ, લૈયારીમાં ૩૫૦ થી વધારે બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.આ તપાસણી દરમિયાન શંકાસ્પદ હૃદય રોગવાળા પાંચ બાળકોને ૨D ઈકો અને સઘન તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા તથા છ લિમ્ફ અડીનાઇટ્સના શંકાસ્પદ બાળકોને પણ આગળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આ કેમ્પમાં મધ્યમ અને અતિ કુપોષિત બાળકોને મલ્ટી વિટામિન, પ્રોટીન અને જરૂરી દવાઓ આપવામાં આવી સાથે જ તેમને વધારે સઘન સારવાર લેવાની સલાહ આપવામાં આવી હતી તેમજ. માતાઓને આરોગ્યપ્રદ ખોરાક લેવા માટે સમજાવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે ડો.જયેશ કાપડિયા જૂપિટર હોસ્પિટલ થાણે- મુંબઈમાં સિનિયર બાળ રોગ નિષ્ણાત છે અને દર પંદર દિવસે કચ્છના દૂર દૂરના વિસ્તારોમાં વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ આપે છે. નોંધનીયએ છે કે આ પહેલાં ભોજાય સર્વોદય ટ્રસ્ટના કેમ્પમાં તપાસેલા બાળકોમાં ૮ બાળકોના હૃદયની તપાસ એટલે ૨D ઇકો ભૂજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી વિનામૂલ્યે કરાવવામાં અને બાળકોને સારવાર પૂરી પાડવામાં આવી હતી અને ક્લેપ્ટ પેલેટના એક બાળકનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત બીજા સામાન્ય બીમારીવાળા બાળકોને દવાઓ અને નિદાન-સારવાર બિદડા અને ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા. આ તમામ કામગીરીમાં ટ્રસ્ટના સ્ટાફ સાથે તાલુકા આરોગ્ય કચેરી – નખત્રાણાના મેડિકલ ઓફિસર અને આશાબહેને હાજર રહ્યા હતા.








