ભરૂચ જીલ્લાના ઓછણ ગામે ટેનિસ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .તેમાં ટોટલ ૩૨ ટીમોએ ભાગ લીધેલ હતો.આજ તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ ફાઇનલ મેચ કાવી અને હિંગલ્લા ગામ વચ્ચે રમાઇ હતી.જેમાં કાવી ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં કુલ ૧૪૬ રન બનાવ્યા હતા.તેના જવાબમાં હીંગલ્લા ટીમ માત્ર ૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી .જેમાં મેન ઓફ ધ મેચ ૫ વિકેટ લેનાર કાવી ટીમના ખેલાડી સિહાબ ધેનધેનને આપવામાં આવી હતી તથા વિજેતા ટીમને કાવી ગામના સરપંચ સાજીદ મુન્શી તરફથી રૂપિયા ૫૦૦૦/- નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.ત્યારબાદ કાવી ટીમને કાવી ગામના સરપંચ તેમજ ઓછણ ગામના સરપંચ ના હસ્તે કાવી ટીમને વિનર ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ નું આયોજકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું…
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





