AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં લોક અદાલતમાં ૧૦૧૩૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અનુસાર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.૯ મી માર્ચ-૨૦૨૪ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર મથકે વકીલ બાર એસોસિએશનના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરેકક્ષાના કેસોનો આ લોકઅદાલતમાં આયોજન કરાયું હતું.

લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોક અદાલત. જેમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે. અને પક્ષકારોના એક બીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. જે અન્વયે પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ૪૯૬૫, લોક અદાલતમાં ૬૬૬ તથા સ્પેશીયલ સીટીંગમાં ૪૫૦૪ મળી કુલ ૧૦૧૩૫ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાની ટોટલ પેન્ડન્સીમાં આશરે ૩૦ ટકા  જેટલો ઘટાડો થયેલો છે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button