
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુરના હમીરપૂર ગામે નલ સે જલ યોજનાનું પાણી પોહ્ચ્યું નથી ગ્રામજનોના આક્ષેપ,એક કર્મચારી નું ઉદ્ધતન ભર્યું વર્તન

સરકાર દ્વારા પાણીની સમસ્યા નિવારવા માટે ગામડાઓમાં વિવિધ યોજનાઓ થકી પાણી પોહચાડવા આવે છે અને કેટલા વિસ્તરમાં પાણી પણ પોહચી ગયું તો કેટલીક જગ્યાએ પાણી ની યોજનાઓ માત્ર કાગળ પર હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો નલ સે જલ યોજનામાં એક એવું ગામ છે જ્યાં હજુ સુધી પાણી ન મળ્યું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે
વાત છે માલપુર તાલુકાના નાનાવાડા ગ્રામ પંચાયતમાં આવેલ હમીરપુર ગામ ની વાત જ્યાં જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર ગામમાં નલ સે જલ યોજના થકી ગામમાં સાત વર્ષ બાદ પણ હજુ સુધી ગામમાં પાણી મળ્યું નથી જેમાં યોજના થકી ગામમાં સંપ બનાવી દીધો છે મોટર પણ આપી છે અને કનેક્શન પણ આપેલ છે છતાં પાણી કેમ નથી મળતું તે પ્રશ્નો ઉભા થયાં છે જેમાં હમીરપૂર ગામમાં ચારસો જેટલી વસ્તી ધરાવતું ગામ છે જેમાં ગ્રામજનો દ્વારા આ બાબતે માલપુર તાલુકા પંચાયત થી લઇ ને મામલતદાર તેમજ અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા જળ અને સ્વચ્છતા વિભાગ લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં આ બાબતે જાણે કે તંત્ર નિંદ્રા માં હોય તેવી રીતે સુઈ રહ્યું હોય તેવું લાગ્યું છે વધુમાં આ બાબતે ગ્રામજનો દ્વારા પાણીની સમસ્યા માટે પાણી પુરવઠા વિભાગના પૂછતાં ત્યાં ફરજ બજાવતો એક કર્મચારી એ ઉદ્ધતા ભર્યું વર્તન કરવામાં આવ્યું છે અને કહેતો હતો કે તમારે જ્યાં આપવું હોય ત્યાં આપી દો તેવું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે તંત્રની લાલિયા વાડી સામે હજુ ગામમાં કેમ પાણી નથી પોહ્ચ્યું એ સવાલ છે શું આ યોજના થકી મોટા બીલો તો પાસ નહિ કરવા આવ્યા હોય..? કે પછી યોજના થકી માત્ર વાતો કાગળ પર જ રહશે..?ત્યારે આ બાબતે ગ્રામજનો ની રજુઆત ધ્યાનમાં રાખી ઝડપથી ગામમાં પાણી પોહચે તેવી માંગ સેવાઈ રહી છે









