GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે બરોલા ગામે ઈકો ફોર વ્હીલ ગાડીમાંથી પચીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો

તારીખ ૧૦/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન પીએસઆઇ સી.બી.બરંડાને ચોકકસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઈકો ફોર વ્હીલ માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ લઇને હિરો કંપની તરફથી બરોલા ગામ તરફ પસાર થવાની છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં રહી બાતમીવાળી ઈકો આવતાં તેને ઉભી રખાવવા જતા ઈકો ચાલક તેની ગાડી હંકારી મુકી બરોલા ગામ તરફ ભાગી રોડની સાઈડમાં આવેલ ખેતરમાં સફેદ કલરની ઈકો ફોર વ્હીલ ગાડી નંબર- જીજે-૦૬-EQ-૨૧૯૩ નો ચાલક ઈકો ગાડી મુકી ભાગી ગયેલ જે ઈકો ગાડીમાં તપાસ કરતાં (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કી ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટિક બોટલો નંગ-૩૭ ની કિ.રૂ. ૧૬,૪૬૫/-(૨) રોયલ સિલેકટ ડીલક્ષ વ્હિસ્કી ૭૫૦ મી.લી. ની પ્લાસ્ટિક બોટલો નંગ-૧૦ ની કિં.રૂ.૪૪૫૦/(૩) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટિક ક્વાટર નંગ-૪૬ ની કિં.રૂ.૫૦૬૦/-કુલ પ્લાસ્ટિક બોટલો/ક્વાટર નંગ-૯૩ ની કુલ કિં.રૂ.૨૫,૯૭૫/-તથા(૪)ઈકો ફોર વ્હીલ ગાડીની આશરે કિં.રૂ.૩,૦૦,૦૦૦/-કુલ કિ.રૂ. ૩,૨૫,૯૭૫/-નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવેલ જે બાબતે કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી.એકટ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button