નવસારીના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીની કચેરી હેઠળ આયુષની સેવાઓ લોકો સુધી પહોંચી શકે તે હેતુથી નવસારી તાલુકાના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ નવસારી જિલ્લાના જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા .
સરકારી આયુર્વેદ દવાખાનાના લોકાપર્ણ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ નયનાબેન પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવો નું ઔષધીય રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ એ જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોએ આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ ઉકાળાનો લાભ લીધો હતો. આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમા લોકોને હવે ખુબ વિશ્વાસ વધ્યો છે મહત્તમ લોકો આ ચિકિત્સા પધ્ધતિ નો લાભ લે તે માટે જણાવ્યું હતું .
જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ દ્વારા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ નો લાભ અને પંચકર્મ સારવાર નો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે શુભેચ્છાઓ આપી.
આ ઉદ્ઘાટન કાર્યક્ર્મમા નવસારી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી શ્રી અરવિંદભાઈ પાઠક,અગ્રણી શ્રી જીગરભાઈ દેસાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્યશ્રી રણધીરભાઈ પટેલ, પેરા ગામનાં સરપંચશ્રી રવિ નરેન્દ્રભાઇ વશી, ડેપ્યુટી સરપંચ શ્રી રતીલાલભાઈ રાઠોડ, શ્રી ડી.કે. ભંખોડિયા ડેપ્યુટી એન્જિનિયર (પંચાયત) માર્ગ અને મકાન, પેરા ગ્રામ પંચાયતના સભ્યશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.