તારીખ-૭/૩ /૨૦૨૪ ના રોજ સાબરમતી નવીન રેલ્વે સ્ટેશન રેલવે કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ-૭/૩ /૨૦૨૪ ના રોજ સાબરમતી નવીન રેલ્વે સ્ટેશન રેલવે કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત માંથી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રીક મીડિયા પત્રકારોમોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને નવીન વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનની રૂપરેખા ડેપ્યુટી ચીફ એન્જિનિયર અનંતકુમાર દ્વારા સ્ટ્રક્ચર અને પ્લાન ની ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી.(I PR.O) સુમિત ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી મુખ્ય ઉપસ્થિતિ (ચીફ પી. આર .ઓ) શ્રીમાન જીતેન્દ્ર જયંત ગુજરાત રેલવે મીડિયા કન્વીનર ફુલચંદજી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું સંકલન કર્યું હતું 1309 રેલવે સ્ટેશન પૈકી ગુજરાતમાં 84 રેલવે સ્ટેશન અને 46 રેલવે સ્ટેશન 4900 સો કરોડના ખર્ચે નવનિર્મિત પામવાના હોય અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ નવીન રેલ્વે સ્ટેશનમાં લાઇબ્રેરી બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક મહિલાઓ માટે વિશાળ કોન્ફરન્સ હોલ વેઇટિંગ એરીયા, વિશાળ પાર્કિંગ હાઇટેક હિડન કેમેરાસિક્યુરિટી , ખાણીપીણી તેમજ મોટા કોમ્પ્લેક્સ સાથે જોડવામાં આવશે સાંસ્કૃતિક ઐતિહાસિક ચિત્રો સાથે વિકાસ કરવામાં આવશે સાબરમતી રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ. આદરણીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું ન્યૂ ભારત વર્લ્ડ ક્લાસ હાઇટેક રેલ્વે સ્ટેશન ની પરિકલ્પના સાથે રેલવે ક્ષેત્રે હરણ ફાળ વિકાસ. *ભારતીય રેલવે જ ઓથોરિટીએ એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ( ઈ. પી . સી) ઢબ મારફતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માં સાબરમતી અમદાવાદ ખાતેના રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસની પરી યોજનાનો અમલ કરવા નો નિર્ણય કર્યો છે. સાબરમતી સ્ટેશનને બે સ્ટેશન તરીકે બનાવવામાં આવ્યું છે (એસ .બી .આઈ) અને (એસ.બી.ટી )એક જ રેલવે યાર્ડની બે બાજુઓ પર આવેલા છે (એસ. બી. વ ટી.) વિરમગામ અને ભાવનગર થી અમદાવાદ તરફ જ્યારે (એસ .બી .આઈ)દિલ્હી થી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીના ટ્રાફિકનો સંચાલન કરે છે. * સાબરમતી રેલવે સ્ટેશન નું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પ્લેક્સ વિસ્તારને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે સંગટીત કરવાનું અને યાત્રીઓને એકીકૃત અનુભવ પ્રદાન કરવાનું છે. હાલમાં સાબરમતી રેલવે સ્ટેશન એસબીઆઈ પાસે 33 હોલ્ટીગ ટ્રેનો અને સાત ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે (એસ.બી.ટી )પાસે 11 હોલ્ટિંગ ટ્રેન. અને ત્રણ ઓપરેશનલ પ્લેટફોર્મ છે. અને દિવસ ના પીક અવર્સ દરમિયાન (એસબીઆઇ )અને (એસ.બી.ટી) બંને માં સંયુક્ત પણે યાત્રીઓનો પ્રવાહ 2309 છે.
*વર્ષ 2058 માટે સ્ટેશન ડિઝાઇન (એસ.બી.આઈ ) બી :34, 228 SBi T:15,357 યાત્રી ઓ
*સૂચિત વિસ્તાર (એસ. બી .આઈ) બાજુ 19582 sqm અને (એસ .બી .ટી) બાજુ 3753 Sqm
*53 નંગ ક્વાટર ના આવાસ એકમોને 3998 ચોરસ મીટર ના વિસ્તાર ધરાવતા આવાસ્ય વિસ્તારમાં સ્થાનાંતર કરવાનું પણ આયોજન છે.
(એસ.બી.આઇ ) સ્ટેશન પર 20 મીટર ઊંચી છત છે. જેનો. A D I. FOB થી દિલ્હી તરફના. F O B સુધી સ્ટેશનને આવરી લેતો વિસ્તાર 29802 ચો.મી. છે.
*N H S R C L દ્વારા SBI ના ભાવી પ્લેટફોર્મ. 9. અને. S B T ના પ્લેટફોર્મ 3. વચ્ચે મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના સ્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
*ઉપરાંતમાં તેના ઉત્તમ સ્થાન અને મુખ્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટી ને કારણે મોટી સંખ્યામાં રેલવે મુસાફરોને સમાવી શકાતું હોવાથી. એક કાર્યાત્મક રેલવે સ્ટેશન વિકસાવવાનું છે.
*SBI. બાજુ 6 વી.આઇ.પી ,23 કાર, 46 ટુ- વ્હીલર S B T. બાજુ 4. VIP, , 4 કાર, 14, ટુ- વ્હીલર જેવા વિવિધ કેટેગરીના વાહનો માટે સમર્પિત પાર્કિંગ લોટ અને રાહદારીઓની સુ વ્યવસ્થિત અવાર-જવર માટેની વિશિષ્ટ લેન્.
*તમામ પ્લેટફોર્મ પર 28 એસ કે અસ્કેલેટર્સ, 28 લિફ્ટસ, 26 સીડીઓ, સ્કાયવોક્સ 4 F O Bs. મારફતે ઝંઝટ મુક્ત પ્રવેશ યાત્રીઓ, વીઆઈપી અને મહિલાઓ માટે , 2. વિશાલ કોન્ફરન્સ પ્રતીક્ષા ગ્રુપ.
*ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્ફરન્સ લેવલ્સ પર કોમર્શિયલ એરીયા માટે જોગવાઈઓ તેને રેલવેઝ, સીટી મેટ્રો નેટવર્ક, , હાઈ સ્પીડ રેલવે નેટવર્ક, સીટી BRT, બસ નેટવર્ક અને સીટી બસ સેવાઓ જેવી પરિવહન ની વર્તમાન અને. ભવિષ્યની ઢબ સાથે સાંકળવાના લક્ષ્ય સહિત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે*
*મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે સ્ટેશન કોમ્પ્લેક્સ ના વિકાસને કારણે ત્યાં મુસાફરોને પણ વધુ પ્રવાહ રહેશે જેના પરિણામે સ્ટેશન સમગ્ર વિસ્તારના વિકાસ માટે ઉત્પરેક બનશે.
માસ્ટર પ્લાનિંગ માં સ્ટેશન સાઈટ માં જમીનના કેટલાક હિસ્સl ચિન્હિત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ વેપારી વિકાસ માટે કરવામાં આવશે જમીનના આ હિસ્સા માત્ર રેલવે માટે મૂલ્ય નિર્માણ જ નહીં કરે પરંતુ ખાનગી વિકાસ કરતા ઓને વ્યવસાય અને શોપિંગ કેન્દ્રો વિકસાવવામાં પણ મદદરૂપ થશે
સૂચિત ડિઝાઇન અને માસ્ટર પ્લાન નો ઉદ્દેશ શહેરની લાક્ષણિકતા તેમજ ઐતિહાસિક વારસા અને મહત્વને જાળવવાનો છે ઐતિહાસિક રીતે સાબરમતી મહાત્મા ગાંધી અને તેમના આશ્રમ સાથે જોડાયેલું છે સ્ટેશનની ડિઝાઇનમાં મહાત્મા ગાંધીની છબી અને તેમની સાથે સંકળાયેલા વસ્તુઓ (જેમકે ચરખો અને ખાદી ના કપડાં ) નો ઉપયોગ તેમના જીવન અને ઉચ્ચ સિદ્ધાંતો હાંસલ કરવા માટેના તેમના સંઘર્ષ ની પ્રતિકારાત્મક સ્મૃતિ
તરીકે કરવામાં આવે છે.
ખાસ કરીને , પરીયોજનાના બાંધકામ અને સંચાલન તબક્કા દરમિયાન E M P જોગવાઈઓને અમલમાં મુકવાની અંતિમ જવાબદારી કોન્ટ્રાક્ટરની સિરે રહેશે સંપૂર્ણ કામ 2025 ના એન્ડ સુધીમાં પૂર્ણ થાય તે તે પ્રમાણે કામગીરી કાર્યરત છે