
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞ સાથે ઊજવણી, નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર

અરવલ્લી જિલ્લામાં ઠેળ ઠેળ મહા શિવરાત્રી પર્વની ઊજવણી થઇ રહી છે ત્યારે ગામડાઓ સહીત શહેરી વિસ્તારમાં પણ શિવ ભક્તો એ મહા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના જીતપુર ખાખરીયા (ધાવડિયા)ખાતે આવે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું જેમાં ખાસ મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ખાસ મંદિરમાં શિવભકત ચીમનભાઈ પટેલ ના સહિયોગ થી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભ્રાહ્મણો દ્વારા મંત્રોચાર વિધિ થી આ મહા યજ્ઞ કરી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારત વર્ષ આજરોજ મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તો શિવ મંદિરો ખાતે પહોંચી, ભગવાન શિવજીને બીલીપત્રો અને જળાભિષેક કરી પર્વની અસ્થાભેર ઊજવણી સમગ્ર ગુજરાત માં આજે શિવ મંદિરો હર હર મહાદેવ ના નામથી ગુંજી ઉઠ્યા હતા બીજી તરફ મોડાસા ખાતે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે શહેરના કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
સમગ્ર ભારત વર્ષ આજરોજ મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તો શિવ મંદિરો ખાતે પહોંચી, ભગવાન શિવજીને બીલીપત્રો અને જળાભિષેક કરી પર્વની અસ્થાભેર ઊજવણી કરું રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં પણ શિવ મંદિરો,હરહર મહાદેવ અને જય ભોલેનાથ ના નાદ થી ગુંજી રહ્યા છે,આ પાવન પર્વ નિમીતે,અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક પણ મોડાસા શહેરના માઝૂમ નદી કિનારે આવેલ,શ્રી કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી,ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી









