
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૩.૨૦૨૪
હાલોલ નગરના ગોપીપુરા રોડ પર આવેલ હઝરત રાજુશાહ બાબા (ર.અ.) નાં ઉર્સ ની ઉજવણી બે દિવસીય ધાર્મિક પરંપરાગત રીતે કરવામાં આવી હતી.જેમાં તા.૬ માર્ચ બુધવારે ઉર્સના પ્રથમ દિવસે કસ્બા હુસેની ચોકથી ભવ્ય સંદલ શરિફ નું જુલૂસ નીકળ્યું હતું.જે દરગાહ ખાતે પહોંચી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી.અને રાત્રે દરગાહ ખાતે રાતીબે રિફાઈનો ભવ્ય જલસો પણ યોજાયો હતો.જ્યારે તા.૭ માર્ચ ગુરૂવારે ઉર્સ નાં બીજા દિવસે દરગાહ ખાતે મહેફિલે મિલાદ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સલાતો સલામ બાદ દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ દરગાહ કમિટી દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટીયા હતા અને ઉર્સ તેમજ નીયાઝ નો લાભ લીધો હતો.
[wptube id="1252022"]