
રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોના મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર 100 છે. નવા વેરિયન્ટનો પણ સબ વેરિયન્ટ છે જે ખતરનાક સાબિત થાય તેમ છે.
આગામી 10 અને 11 એપ્રિલ રાજ્યની તમામ હોસ્પિટલમાં કોવિડની વ્યવસ્થા અંગે મોકડ્રિલ યોજાશે. બે સપ્તાહમાં 100થી 150 કેસો ઓછા થાય તેવી શકયતા છે. ઋષિકેશ પટેલે કોમોર્બીટ દર્દીઓને ખાસ સાચવવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રીએ ઉંમર લાયક માણસોમાં કોરોના લક્ષણ જણાય તો તુરંત ટેસ્ટ કરાવી સારવાર આપવાની અપીલ પણ કરી છે.
[wptube id="1252022"]