
તા.૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
“શુક્રવારે રાજકોટ રૈયા રોડ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાશે”
શિવરાત્રી નિમિત્તે જીવનનગરમાં ફરાળનો મહાપ્રસાદનો લાભ લેવા અપીલ.
મંદિર રોશનીથી શણગારવામાં આવશે. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ત્રણ પ્રહરમાં મહાઆરતી, પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક, ધૂન, સત્સંગનું આયોજન. વોર્ડ નં. ૧૦ ના હોદ્દેદારોનું સન્માન થશે.
Rajkot, રાજકોટ : રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, જીવનનગર શેરી નં. ૪ માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં શુક્રવાર તા. ૮ મી માર્ચે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં પૂજન, અર્ચન, રૂદ્રાભિષેક, દીપમાલા, મહાઆરતી, સત્સંગ, ભજન-ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧૨ કલાકે ફરાળનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના સહ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે રૈયા રોડ ઉપર આ મંદિરે શ્રદ્ધાળુઓમાં લોકચાહના મેળવી છે. મંદિરના તમામ કાર્યો માનવકલ્યાણકારી માનવતાવાદી હોય છે. અભિષેક દૂધનો સદ્દઉપયોગ કરવામાં આવે છે. મંદિરને શણગારી – રોશની કરી આખો દિવસ ધર્મમય વાતાવરણ ઉભું થાય છે. લોકો સ્વયંભુ આ મંદિરે આવી ધાર્મિક કાર્યો કરે છે. કોઈપણ શ્રદ્ધાળુ જાતે જ પૂજન-અર્ચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સવારે ૫ કલાકે ભસ્મ આરતી, રૂદ્રાભિષેક, જલાધાર, સામુહિક અભિષેક, મહાઆરતી, બપોરે ૧૨ કલાકે મહાઆરતી, બાદ ભાંગની પ્રસાદ વિતરણ, રાત્રિના ૧૨ કલાકે દિપમાલા બાદ મહાઆરતી, સાંજે મહિલા સત્સંગ મંડળ ભજન-ધૂન સાથે અભિષેક કરશે. પ્રભાતફેરીનું આયોજન થયું છે. શ્રદ્ધાળુઓને સમજાવી દૂધનો અભિષેક પ્રતિક રૂપે બચેલું દૂધ ગરીબોને આપવા સંબંધી વ્યવસ્થા કરવામાં આવી છે. વોર્ડ નં. ૧૦ ના નગર સેવકો જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, ચેતન સુરેજા, ડૉ. રાજેશ્વરીબેન ડોડીયા અને વોર્ડના હોદ્દેદારોનું સન્માન થશે.
શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ ચૌહાણ, પંકજભાઈ મહેતા, ભાવેશ પાઠક, મંડળના સભ્યો રાત્રિના સ્મશાનમાંથી ભસ્મ એકત્ર કરી મહાદેવનું ભસ્મથી પૂજન કરી મહાઆરતી સવારના પરોઢે કરવાના છે.
મહાશિવરાત્રિ પર્વની તૈયારી ડૉ. તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિજયભાઈ જોબનપુત્રા, ભાવેશ પાઠક, ગોવિંદભાઈ ગોહેલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, પંકજભાઈ ખખ્ખર, નયનેશ ભટ્ટ, એલ. ડી. દવે, પૂજારી પ્રવિણભાઈ જોશી તથા મહિલા સત્સંગ મંડળના યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા એડવોકેટ, જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડિયા, હંસાબેન ચુડાસમા, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, ગીતાબેન મકવાણા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, પ્રફુલ્લાબેન બોરીચા, હર્ષિદાબેન શુકલ, ભારતીબેન ગંગદેવ, સુનિતાબેન વ્યાસ, મનિષાબેન ગોસ્વામી, ભકિતબેન, આશાબેન, જયશ્રીબેન મોડેસરા, રીટાબેન દવે, રશ્મિબેન, કિર્તીબેન, પૂનમબેન, કવિતાબેન, નેહાબેન, માલતીબેન, દિનાબેન, દિવ્યાબેન, સોનલબેન, બંસીબેન પાઠક, રેખાબેન, નિશાબેન, લીલાબેન, મીરાબેન, ચંદ્રીકાબેન, શિતલબેન, અંજુબેન, રક્ષાબેન, દક્ષાબેન, સરોજબેન, કાજલબેન, મીનાબેન, ભારતીબેન, જલ્પાબેન, હિરાબેન, જાગૃતિબેન, પ્રભાબેન, મુકતાબેન, સગુણાબેન, રૂપલબેન, લતાબેન, વિજયાબેન તથા જ્ઞાનજીવન, જીવનનગર, અમી પાર્ક, દેશળદેવ પરાના રહીશો કરી રહ્યા છે.