કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે ધોરણ ૧૦/૧૨ નો દિક્ષાંત સમારોહ તથા નિવૃત્ત શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો

7 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાની ભૂતેડી હાઈસ્કૂલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે નો દિક્ષાંત સમારોહ આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ, ક્લાર્ક સુરેશભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શાળા સ્ટાફ સાથે આ સમારંભ ના અધ્યક્ષ રમેશભાઈ ગુંડોલ ની હાજરીમાં શાળા ના ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજવામાં આવેલ તેની સાથે સમગ્ર શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી સુભાષભાઈ વ્યાસ નો નિવૃત્તિ સમારોહ યોજવામાં આવેલ હતો.જેમને શ્રીફળ,સાલ,સાકરની સાથે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી મહેશભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ ભીખાકાકા તથા ટ્રસ્ટીશ્રીઓ કાળુંકાકા તેમજ મોતીભાઈ લોહ, રમેશભાઈ રાતડા , મોતીભાઈ બેરા, ભૂતાભાઈ લોહ વગેરે તેમજ વાલી મંડળના પ્રમુખ હેમુભાઈ લોહ તથા મહંત શ્રી રમેશગીરી મહારાજ,સાગરભાઈ લોહ, પ્રકાશભાઈ શ્રીમાળી (પી.એચ.સી.) સરપંચ મફાભાઈ વાલ્મિકી,દાતા વસરામભાઈ ચૌધરી,લીલાભાઇ દેસાઈ શામળભાઈ વગેરે તથા બહોળી સંખ્યામાં વાલીઓ, બહેનો તથા શાળા ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શૈલેષભાઈ ગામી આને ચેહરબેન દ્વારા કરવામાં આવ્યું હતું.શાળા સ્ટાફ પરિવાર નો પૂર્ણ સહયોગ સાંપડ્યો આને સુચારુ આયોજન મુજબ કાર્યકમ સંપન્ન થયેલ હતો.